Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગરુડેશ્વરનાં કેવડીયા રેલવે સ્ટેશન પાસે એસ.ટી. બસે એક્ટિવા ચાલક આધેડને અડફેટમાં લેતાં મોત

  • March 16, 2023 

નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાનાં કેવડીયા રેલવે સ્ટેશન પાસે એસ.ટી. બસે એક્ટિવા ચાલક આધેડને અડફેટમાં લેતા તેમનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, ગરુડેશ્વર તાલુકાનાં કેવડીયા ગામનાં રેલવે સ્ટેશન પાસે બપોરે રાજપીપળાથી સંતરામપુર જતી રાજપીપળા એસ.ટી. ડેપોની બસે રેલવે સ્ટેશન નજીકનાં વળાંકમાં એક્ટિવા લઈ આવતા પ્રેમાભાઈ ભગવાનભાઈ તડવી (ઉ.વ.63, રહે.ઓરપા ગામ, તા.ગરુડેશ્વર, જિ.નર્મદા) નાંની એક્ટિવાને અડફટે લેતા પ્રેમાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. જેમાં કેવડીયા ટ્રાફિક પી.એસ.આઈ.ના જણાવ્યા મુજબ મૃતક પ્રેમાભાઈ તેમના ડોકટર પાસે ચેકઅપ કરાવવા ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવતા હતા. તે સમયે તેમને આ અકસ્માત થતાં મોતને ભેટ્યા હતા. બનાવ અંગે પોલીસે બાબતે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application