નવસારીમાં મંગળવારે વહેલી સવારે લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જિલ્લાના ગણદેવી તાલુકામાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ હતી, જેના કરાણે વિઝિબિલીટી ઓછી થતાં લોકોને દૂરનું જોવામાં મુશ્કેલી થઈ હતી. જ્યારે વાહનચાલકોને પોતાના વાહનની હેડલાઈટ ચાલુ કરી વાહન ચલાવવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે માવઠાની આગાહી થતા ખેડૂતોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગ દ્વારા 26 અને 27 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા પવનના કારણે રાજ્યમાં હીટવેવ વધવાની પણ શક્યતાઓ છે.જો કે, હિટવેવ બાદ 26 અને 27 એપ્રિલે રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે.ત્યાર બાદ આગામી દિવસોમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની પણ શક્યતા છે. નોંધનીય છે કે, આ વર્ષે ઉનાળાની શરૂઆતથી રાજ્યમાં કમોસમી વરસાદ અને કરાં પડતા લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. ત્યારે હવે ફરી એક વાર ક્મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૪મું સફળ અંગદાન
April 12, 2025નિઝરનાં બોરદા ગામની સીમમાં અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત
April 12, 2025