નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકના રાણીપરા ગામમાં અગાઉના ઝગડાની રીશ માર મારનાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તરોપા ગામમાં રહેતા નિલેશભાઇ પ્રેમચંદભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની રીક્ષા છકડો લઇને રાજપીપળાથી પોતાના ગામ તરોપા જતા હતા. તે સમયે ચિરાગભાઇ વસંતભાઇ ભગત,વિકેશભાઇ વસંતભાઇ ભગત તથા મનિષભાઇ મણીલાલ વસાવા(તમામ રહે.તરોપા) અગાઉ થયેલા ઝગડાની રીશ રાખી નિલેશભાઈ પોતાની રીક્ષામાં બેઠેલા પેસેન્જરોને રાણીપરા ગામે બસ સ્ટેન્સ પાસે ઉતારતા હતા તે વખતે બોલાચાલી ઝગડો કરી મુઢમાર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationરાજ્યનાં દરિયાકાંઠેથી 1800 કરોડનું ડ્રગ્સ ભરેલ એક બોટ પકડાઈ
April 14, 2025