રાજપીપળા ગરુડેશ્વર તાલુકાનાં માંડણ ગામાનું એક ફળિયું ગણાતું ચિનકુવા પણ 100થી વધુ ઘરો અને 500થી વધુ વસ્તી હોય ચિનકુવા એક ગામ બન્યું છે. માંડણ ગામથી 4 કિ.મિ. ઉંચા ડુંગર ચઢીને આ ચિનકુવા જવાય છે અને સામાન્ય માણસોથી ચઢવું મુશ્કેલ છે. ત્યારે આ ગામમાં રસ્તાના અભાવે કોઈ પાયાની સુવિધાઓ પહોંચતી નથી. આઝાદીના અમૃતકાળની શરૂઆત થઇ ત્યાં સુધી સ્કૂલ પણ કાચા મકાનમાં ભાડાંથી ચાલતી અને નહોતી પાણીની વ્યવસ્થા કે નહોતી આરોગ્યની છેલ્લા બેત્રણ વર્ષથી ગ્રામજનો એ જાતે થોડો બનાવ્યો નરેગામાં થોડો બનાવ્યો અને તંત્ર દ્વારા જરૂર જણાઈ ત્યાં જેસીબી લગાવી સરખો કરી અવર જવર થઇ શકે એવો રસ્તો બન્યો હતો.
નાંદોદ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપ પ્રમુખ સહીત આગેવાનો ગામમાં પહોંચી સુવિધાઓ પહોંચાડી પરંતુ રસ્તો હજુ નવો પાકો બન્યો નથી. છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને પગલે માંડણ ગામનો રસ્તો એકદમ ધોવાઈ ગયો છે અને અવરજવર પણ બંધ થઇ છે ત્યારે હવે આ લોકોને જીવન જરૂરી વસ્તુઓ માટે અવાર જવર કરવી પડે એ જીવન જોખમે કરી રહ્યા છે. આ રસ્તો બનાવાય તેવી માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application