વલસાડ જિલ્લાનાં વાપીના વલસાડી જકાતનાકા બ્રિજ ઉપર એક પીયાગો રિક્ષા ચાલક ૧૦થી વધુ મહિલા પેસેન્જરને ભરી વલસાડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવતા એક ટ્રક ચાલકે ઓવરટેક કરવા જતા રિક્ષાને ટક્કર મારતા પીયાગો રીક્ષા બ્રિજ ઉપર પલટી ગઈ હતી. જેને પગલે રિક્ષામાં સવાર મહિલાઓને નાની મોટી ઈજા પહોંચી હતી. જ્યારે એક મહિલાને વધુ ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. પીયાગો રિક્ષાનો ચાલક વાપી ચાર રસ્તાથી ૧૦ જેટલા મહિલા પેસેન્જરને ભરી અતુલ તરફ જઈ રહ્યો હતો.
ત્યારે વાપીના વલસાડી જકાતનાકા બ્રિજ ઉપર પાછળથી આવી રહેલી એક વગર નંબરની ટ્રકના ચાલકે ઓવરટેક કરવા જતા પાછળના ભાગેથી રીક્ષા ચાલકને કટ મારતા પીયાગો રીક્ષા હાઇવે ઉપર પલટી ગઈ હતી. જેને પગલે રિક્ષામાં સવાર ૧૦ જેટલી મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે હાઈવે ઉપરથી પસાર થતાં અનેક વાહન ચાલકો પોતાના વાહનો અટકાવી ઉભા રહી ગયા હતા.
તેમજ ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવા માટેની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં એક મહિલાને સૌથી વધુ ઈજા પહોંચી હોય તેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના અંગેની જાણકારી પોલીસને મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ અકસ્માતને પગલે મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર દોઢ કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના બાદ પોલીસે અજાણ્યા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500