સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારના મની એક્ષચેંજ એજન્ટ પાસે બે ગઠીયાઓએ ૧૮,૦૦૦ અમેરિકન ડોલર પડાવી લીધા પછી રૂપિયા ૧૫.૮૮ લાખની રકમ ચુકવ્યા વિના બારોબાર ભાગી છુટયા હતા. બનાવ અંગે ઉમરા પોલીસે ઠગાઈ કરનાર બે પરપ્રાંતિયાને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાલ સ્થિત સીલીકોન લકઝરીયા ખાતે રહેતા હિમાંશુ ચંદ્રહાશ ઉપાધ્યાય (ઉ.વ.૪૨) અઠવા ગેટ ખાતે મની એક્ષચેંજની ઓફિસ ધરાવે છે. જોકે ગત તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ હિમાંશુ ઉપાધ્યાયને તેમના મોબાઈલ ફોન ઉપર ક્રિશ્નાકુમાર નામના વ્યકિતએ સંપર્ક કર્યો હતો.
તેમજ ઓનલાઈન નંબર મેળવ્યો હોવાનું કહીને તેઓ કુલદીપ નાયર સાથે મળીને વિદેશ ફરવા જતાં પ્રવાસીઓને મની એક્ષચેંજ કરી આપવા એજન્ટ તરીકે કામ કરતાં હોવાનું જણાવ્યુ હતુ. હાલ તેમના છ પ્રવાસીઓને વિદેશ મોકલવાના હોવાથી કુલ ૧૮,૦૦૦ અમેરિકન ડોલર જોઈએ છે, તમે ડોલરની વ્યવસ્થા કરી આપવાનું કહીને ડોલર દીઠ રૂપિયા ૮૮ પેટે રેટ નક્કી કરાયો હતો. એ પછી બંને ગઠીયાઓએ ગત તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ હિમાંશુને ઘોડદોડ રોડની આમકુંજ સોસાયટીમાં તેમના મિત્રો સાથે છે. ત્યાં ડોલર મોકલવા અને તરત જ આરટીએજીએસથી પેમેન્ટ કરી આપશે, એવી વાત કરી હતી.
ત્યારબાદ પછી હિમાંશુએ પોતાની ઓફિસમાં કામ કરતાં માણસને ૧૮,૦૦૦ ડોલર લઈને મોકલ્યો હતો. આ ડ્રોલર પડાવ્યા પછી ગઠીયાઓએ ૧૫,૮૮,૦૦૦/-ની રકમનું આરટીજીએસ નહીં કરીને ઠગાઈ કરી હતી. બનાવ અંગે ઉમરા પોલીસ મથકે હિમાંશુ ઉપાધ્યાયે ક્રિશ્નાકુમાર રામનીવાસ શર્મા અને કુલદીપ નાયર (રહે.સુંદરમ એપાર્ટમેન્ટ, મેનર્જી સ્ટ્રીટ રીસરા હુગલી) વિરુધ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500