Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં તાંતીથૈયામાં મિલ કામદારને બાળકી પર દુષ્કર્મ આચરવા બદલ ૩૫ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો

  • November 27, 2024 

પલસાણા તાલુકાનાં તાતીથૈયા ઔદ્યોગિક વસાહતમાં વર્ષ ૨૦૨૧માં એક ૬થી ૮ વર્ષની બાળકી પર આજ વિસ્તારમાં રહેતા કુલદીપ રામાપતિ ગૌતમ નામના ૨૨ વર્ષીય મિલ કામદારે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી સામે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસ બારડોલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ૩૫ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.


પલસાણાના તાતીથૈયા પારેખ એસ્ટેટ, પ્લોટ નં.૧૪, ચિંતામણી યાદવની બિલ્ડિંગમાં ભાડેથી, મલ્ટિપ્લેક્સ સીનેમા હોલની બાજુમાં બીજા માળે, રૂમ નં.૨૫, તા.પલસાણા, જિ.સુરત-મૂળ ગામ કડગરાગામ, થાના દેસપુર, પો.કાદીપુર,જિ.સુલતાનપુર,ઉત્તરપ્રદેશનો વતની કુલદીપ રામાપતિ ગૌતમ (ઉ.વ.૨૨)એ ૨૮/૯/૨૦૨૧નાં રોજ ૧૨થી ૧૨:૩૦ દરમિયાન ૬થી ૮ વર્ષની વર્ષની બાળકી પરે બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા એ.પી.પી. નિલેશ એચ. પટેલની દલીલ સાંભળી તથા રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લઈ આરોપી સામેનો ગુનો પુરવાર થયેલો હોવાનું માની બારડોલીનાં પાંચમા એડિશનલ સેશન્સ જજ રોબીન પી.મોગેરાએ આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને પોક્સો એક્ટ મુજબ કલમ ૪(૨) મુજબના અંગે તકસીરવાર ઠેરવી ૩૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.


ઉપરાંત રૂપિયા ૧૫,૦૦૦/-નો દંડ, જો દંડ ના ભરે તો એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામા આવ્યો છે તથા પોક્સો એક્ટની કલમ-૬ મુજબના ગુના અંગે તકસીરવાર ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડનાં ભરે તો દસ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. પોક્સો એક્ટની કલમ-૮ મુજબ ગુના અંગે આરોપીને તકસીરવાર ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૫૦૦૦ દંડ, જો દંડ ના ભરે તો ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application