ઉમરગામ નજીક ગરનાળાના કામ દરમિયાન માટી નીચે દબાઈ જવાથી એક મજૂરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે એક અન્યને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, દહાણુના લિલકપાડા વિસ્તારમાં રહેતા સંજયભાઈ સુરેશભાઈ રાવત અને તેમના સાથી સચિન બારક્યા જુનર હુમરણ ખાતે અન્નપૂર્ણા PET પ્રા.લિમિટેડના પાછળના ભાગે રેલવે ટ્રેકના નીચે ગરનાળામાં અન્ડરપાસની કામગીરીમાં માટી કાઢવાનું કામ કરી રહ્યા હતા.
તે દરમિયાન બપોરના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ જ્યારે વાપીથી મુંબઈ તરફ જતી ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી. ત્યારે કંપનના કારણે ગરનાળાના ઉપરના ભાગે ચોટેલી માટી ધસી પડી હતી. આ ઘટના દરમિયાન બંને મજૂરો માટી નીચે દબાઈ ગયા હતા. સાથી મજુરોએ માટી હટાવી બંનેને બહાર કાઢયા બાદ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીવાડીની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં ફરજ પરના ડોક્ટરે સંજય રાવતને મૃત જાહેર કર્યા હતા. જયારે સચિનને વધુ ઈજા પહોંચતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ સંજય જાની લિલકાએ ઉમરગામ પોલીસ મથકે કરતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application