દુનિયાની સૌથી મોટી ફાસ્ટ-ફૂડ કંપનીઓમાંથી એક મેકડોનાલ્ડ્સ (McDonalds) અમેરિકામાં તેના તમામ સ્ટોર અસ્થાયીરૂપે બંધ કરવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ અનુસાર આ કાર્યવાહી ચાલુ અઠવાડિયે જ કરાશે કેમ કે કંપની મોટાપાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તાજેતરમાં તેના તમામ કર્મચારીઓને સોમવારથી બુધવાર સુધી ઘરેથી કામ શરૂ કરવા માટે ગત અઠવાડિયે જ ઈમેલ મોકલ્યો હતો. અહેવાલ અનુસાર બુધવાર સુધીમાં છટણીની જાહેરાત કરવામાં આવી શકે છે.
માહિતી અનુસાર આર્થિક તંગીની સંપડાયેલી કંપનીએ આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ અનેક દિગ્ગજ કંપનીઓ ગૂગલ, એમેઝોન, ફેસબુક અને ટ્વિટર પણ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. અહેવાલ અનુસાર મેકડોનાલ્ડ્સએ આ નિર્ણય એટલા માટે લીધો કે જેથી કરીને તે છટણી વિશે વર્ચ્યુઅલી અહેવાલ પહોંચાડી શકે. એ સ્પષ્ટ નથી કે કેટલાક કર્મચારીઓની છટણી કરાશે. મેકડોનાલ્ડ્સએ ઈમેલમાં લખ્યું હતું કે 3 એપ્રિલથી અઠવાડિયામાં આખા સંગઠનમાં ભૂમિકાઓ અને કર્મચારીઓના સ્તર સંબંધિત મુખ્ય નિર્ણયો વિશે સૂચના અપાશે. આ અઠવાડિયે યોજાનાર તમામ વ્યક્તિગત બેઠકો રદ કરવા પણ કર્મચારીઓને નિર્દશે અપાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application