વલસાડનાં અટગામ ગામના ઘોડા ટેકરી ફળિયામાં રહેતા જીગર અતુલભાઈ પટેલ ગામમાં આવેલા ચાર રસ્તા પાસે ફરસાણની દુકાન ચલાવે છે. તેઓ પિતા અતુલભાઈ, માતા કંચનબેન અને ૨૨ વર્ષીય પત્ની વિશાખાબેન સાથે રહે છે. જીગરના લગ્ન ગત તા.૧૫-૦૫-૨૩ના રોજ થયા હતા. સાસરીમાં આવેલા વિશાખાબેન મહેસાણા ખાતેની કોલેજમાં એમએસસીની પ્રથમ વર્ષમાં અભ્યાસ પણ કરતી હતી. બુધવારે જીગરના પિતા અતુલભાઈ તેમની દુકાને સવારે નીકળી ગયા હતા. જીગર તેની માતાને લઈને ખેરગામ ખાતે આવેલી ક્લિનિકમાં દાતના દુખાવાની સારવાર માટે લઈને ગયો હતો. ત્યારબાદ જીગર અને તેની માતા પરત ઘરે આવ્યા હતા.
આ સમયે જીગરે જાળીનો અડાગરો ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ પત્ની વિશાખા નજરે પડી ન હતી. આથી જીગરે બેડરૂમની તપાસ કરતા, વિશાખાબેન લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખધેલી હાલતમાં મળી આવતા જીગરના પગ તળેની જમીન સરકી ગઈ હતી. બાદમાં તબીબે વિશાખાને મૃત જાહેર કરી હતી. અપમૃત્યુના બીજા બનાવમાં ભગોદ ગામના ઈશ્વર ફળિયામાં રહેતા પુલીનભાઈ છીબુભાઈ ગજધર (ઉ.વ. પર) ખેતી સાથે સંકળાયેલા હતા. પુલીનભાઈને અગાઉ અકસ્માત નડતા તેમના ડાબા પગમાં ત્રણ વખત ઓપરેશન કરી પ્લેટ બેસાડવામાં આવી હતી. તેમ છતાં તેમને દુખાવો પણ રહેતો હોવા ઉપરાંત ચાલવામાં પણ તકલીફ થતી હતી. આ ઉપરાંત પુલીનભાઈ ગંભીર બીમારીમાં સપડાયા હતા. દુખાવાથી ત્રસ્ત પુલીનભાઈ બુધવારે ઘરની પાછળ આવેલી ચીકુ વાડીમાં દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application