માર્ક ઝુકરબર્ગ ૨૦૦ બિલિયન ડોલર ક્લબમાં સામેલ થઇ ગયા છે. આ ક્લબમાં હાલમાં અન્ય ત્રણ લોકો ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક, એમેઝોનના ચેરમેન જેફ બેઝોસ અને લુઇ વીટોના ફાઉન્ડર તથા ફ્રાન્સના બિઝનેસમેન બર્નાડ અરનોલ્ટનું નામ સામેલ છે. બ્લૂમબર્ગ બિલિયનર ઇન્ડેક્સ અનુસાર મેટાના સીઇઓની નેટવર્થ ૨૦૧ અબજ ડોલર થઇ ગઇ છે. ત્યારબાદ તેમને આ ક્લબમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ સાથે જ માર્ક ઝુકરબર્ગ વિશ્વના સૌથી ધનિક વ્યકિતઓની યાદીમાં ચોથા ક્રમે આવી ગયા છે. હાલમાં ઇલોન મસ્ક ૨૭૨ અબજ ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે. ત્યારબાદ ૨૧૧ અબજ ડોલર સાથે જેફ બેઝોસ બીજા ક્રમે છે. ૨૦૭ અબજ ડોલર સાથે બર્નાડ અરનોલ્ટ ત્રીજા ક્રમે છે. ઝુકરબર્ગની સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો તેમની પાસે રહેલા મેટાના ૧૩ ટકા શેરો છે. તેમની પાસે મેટાના ૩૪.૫૫ કરોડ શેર છે. ચાલુ વર્ષે ઝુકરબર્ગની સંપત્તિમાં ૭૩.૪ અબજ ડોલરનો વધારો થયો છે. જાન્યુઆરી, ૨૦૨૪થી અત્યાર સુધીમાં મેટાના શેરના ભાવમાં ૬૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં મેટાના શેરનો ભાવ ૫૬૦ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application