સુરત જિલ્લા પલસાણાનાં કરણ ગામની સીમમાંથી ૪.૯૫ લાખથી વધુનો દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, એક કન્ટેનર નંબર એમએચ/૦૪/એલઈ/૮૯૯૨માં વિદેશી દારૂ ભરેલો છે. આ ટ્રક પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં આવેલા રામદેવ હોટલના પાકીંગમાં પાર્ક કરેલી છે. જે બાતમીનાં આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની ૩,૪૮૦ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૪,૯૫,૩૯૦/- તથા કન્ટેનરની કિંમત ૧૫ લાખ મળી કુલ રૂપિયા ૧૯,૯૫,૩૯૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કન્ટેનરને પાર્ક કરનાર અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application