Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના વડપાડા (નેસુ)માં આદિવાસીની જમીન ઉપર ભૂમાફિયાઓનો કબજો, લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહીની માંગ

  • October 06, 2021 

તાપી સહિત ગુજરાતમાં ભૂમાફિયાઓ સક્રિય બન્યાં છે અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં સરકારે લેન્ડ ગ્રેબિગ એક્ટ અમલી બનાવ્યો છે. આ કાયદાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મહેસૂલ વિભાગે પણ ભૂમાફિયાઓ સામે લાલ  આંખ કરી નિર્દોષ જમીન માલિકોને જમીન પરત મળે તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે તાપીના ઉચ્છલમાં એક આદિવાસી પરિવારની ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જોકે પરિવારજનોએ પોતાની જમીન પરત મેળવવા માટે ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહીની માંગ કરી છે.

 

 

 

 

 

આર્થીક પરિસ્થિતિ ખુબજ નબળી અને પોતે અભણ હોવાથી ક્યાં અને કોને ફરિયાદ કરવી તેમજ અધિકારીઓ સામે રજૂઆત પણ કરી શકતા ન હોય જેનો ફાયદો ભૂમાફિયાઓ ઉઠાવ્યો

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉચ્છલના મોહિની ગામના ઉપલું ફળીયામાં રહેતા અને હાલ ફૂગરા વિસ્તારમાં રહેતા કચરીયાભાઈ બોંદલિયાભાઈ કથુડની વડપાડા (નેસુ) ગામના બ્લોક/સરવે નંબર-34(73 એએ ),જુનો બ્લોક/ સરવે નંબર-20-પૈકી-121,જેનો ખાતા નંબર-240, જેનો આકાર રૂ.0.68 પૈસાથી નોંધાયેલ જમીન મિલકત કે,જેનું ક્ષેત્રફળ 1-24-72 હે.આરે.ચો. મીટર થાય છે, આ જમીન ઉપર કેટલાક સમયથી ભૂમાફિયાઓ કબજો જમાવી રાખ્યો હોય,કચરીયાભાઈના પરિવારના જણાવ્યા અનુસાર ભૂમાફિયાઓએ તેઓના ખોટા અંગુઠાના નિશાન બોગસ કાગળો ઉપર કરાવી લઇ ભૂમાફિયાઓ જ જમીનના માલિક બની બેઠા હોવાનું જણાવ્યું હતું, કચરીયાભાઈ બોંદલિયાભાઈ કથુડના પરિવારની આર્થીક પરિસ્થિતિ ખુબજ નબળી અને પોતે અભણ હોવાથી ક્યાં અને કોને ફરિયાદ કરવી તેમજ અધિકારીઓ સામે રજૂઆત પણ કરી શકતા ન હોય, જોકે બોગસ કાગળીયાઓના આધારે ભૂમાફિયાઓએ જમીન ઉપર કબજો કર્યો હોવાની જાણ કચરીયાભાઈને થતા તેમણે ભૂમાફિયાઓ પાસે દસ્તાવેજી પુરાવાઓની માંગ કરી હતી, જોકે તે સમયે તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. કચરીયાભાઈ બોંદલિયાભાઈ કથુડના પરિવારની આર્થીક પરિસ્થિતિ ખુબજ નબળી અને પોતે અભણ હોવાથી ક્યાં અને કોને ફરિયાદ કરવી તેમજ અધિકારીઓ સામે રજૂઆત પણ કરી શકતા ન હોય જેનો ફાયદો ભૂમાફિયાઓ ઉઠાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

 

 

ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માટેની તજવીજ શરુ કરતા કાચરીયાભાઈ અને તેમના પરિવારના જીવ નું જોખમ ઉભું થયું 

ઉચ્છલના વડપાડા (નેસુ)માં જમીન ઉપર કબજો જમાવી બેસેલા ભૂમાફિયાઓ રાજકીય પીઠબળ ધરાવતા હોય, કેટલાક કહેવાતા મોટામાથાઓ સપોર્ટ આપતા હોવાનું જાણવા મળ્યું છે. જેના સ્થાનિક પોલીસ કે તંત્ર પણ આ ભૂમાફિયાઓનો એક વાળ પણ વાંકો કરી શકતા નથી,પરિવારના જણાવ્યા અનુસાર તમામ કાગળિયાં પુરાવાઓ બોગસ ઉભા કરવામાં આવ્યા છે, ભૂમાફિયાઓ કાળાકોટ વાળાઓનીઓ આડમાં કોઈ કાગળો પર જમીન માલિકને ગામીત બતાવ્યા છે તે કોઈ કાગળો ઉપર ભીલ, જમીન હડપ કરવા માટે ઉભા કરવામાં આવેલ તમામ પુરાવાઓ પ્રાથમિક દ્રષ્ટીએ જ બોગસ હોવાનું પુરાવાર થાય છે, ત્યારે સ્થાનિક તંત્ર આવા ભૂમાફિયાઓને સાથ સહકાર આપનાર તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે જરૂરી બન્યું છે, જોકે કચરીયાભાઈએ પોતાની જમીન પરત મેળવવા માટે ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહીની માંગ કરી છે, ત્યારે સ્થાનિક તંત્રના પ્રમાણિક અધિકારીઓ આ બાબતને ગંભીરતા લઇ ન્યાયના હિતમાં નિર્ણય લે તે જરૂરી બન્યું છે, કચરીયાભાઈએ આ બાબતે તાપીમિત્રને જણાવ્યું હતું કે, ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માટેની તજવીજ શરુ કરતા તેમને અને તેમના પરિવારના જીવ નું જોખમ ઉભું થયું છે, ત્યારે પોલીસ પ્રશાસન પણ આ બાબતને બાબતને ગંભીરતા લઇ ભૂમાફિયાઓની ગતિવિધિ અને તેમને સપોર્ટ આપનારાઓ ઉપર બાજ નજર રાખે તે પણ જરૂરી બન્યું છે.

(વધુ માહિતી સાથે સ્ફોટક અહેવાલ વાંચવા માટે જોતા રહો તાપીમિત્ર અખબાર વેબસાઈટ tapimitra.com ક્રમશઃ)

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application