ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દેવાયો છે. આ વિદ્યાર્થી ઉત્તરપ્રદેશના આગ્રા શહેરનો રહેવાસી છે. ઓસ્ટ્રેલિયાઈ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. જાણકારી અનુસાર હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલા શુભમ ગર્ગ આગ્રાનાં કિરાવલી વિસ્તારના પેઠગલીના રહેવાસી છે.
આ નસ્લીય હિંસામાં વિદ્યાર્થી પર ચાકુથી 11 વખત હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરના હુમલાથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આગ્રામાં રહેતા તેમના પરિવારજનો આ ઘટનાથી ખૂબ દુખી છે અને તેમને ભારત લાવવાની માંગણી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની પોલીસે શુભમ ગર્ગ પર હુમલો કરનાર જે આરોપીની ધરપકડ કરી છે તેનુ નામ ડેનિયલ નોરવુડ છે. ઓસ્ટ્રેલિયા હાઈ કમિશનના પ્રવક્તાએ ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારવાની ઘટનાને મુદ્દે જાણકારી આપતા જણાવ્યુ કે, સિડનીમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે વિદ્યાર્થીને કોન્સ્યુલર સહાય આપી છે.
ઓસ્ટ્રેલિયા હાઈ કમિશન પરિવારના એક સભ્ય માટે વિઝાની સુવિધામાં મદદ કરી રહ્યુ છે. જોકે 28 વર્ષીય શુભમ પર ઓસ્ટ્રેલિયાનાં સિડનીમાં ગત તા.6 ઓક્ટોબરે હુમલો કરવામાં આવ્યો હતો. સિડનીમાં NSW યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરીંગમાં Phd કરી રહેલા શુભમ પર હુમલાખોરે 11 વખત ચાકુથી હુમલો કર્યો. શુભમના છાતી, ચહેરા અને પેટ પર ઈજાના નિશાન છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500