અમેરિકાનાં ન્યુયોર્કમાં ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાની સ્થિતિ એવી છે કે, લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને શહેરની ગતિ થંભી ગઈ છે. હવામાન વિભાગે રવિવાર સુધી ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. આ કારણોસર, ન્યુયોર્કનાં ગવર્નર કેથી હોશુલે પશ્ચિમી ન્યુયોર્કનાં ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે રાજ્યની કટોકટી જાહેર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ન્યૂયોર્કમાં વધુ તીવ્ર હિમવર્ષા થવાની છે. આ જ કારણ છે કે હિમવર્ષાનાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પશ્ચિમ ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
યુએસ નેશનલ વેધર સર્વિસનો અંદાજ છે કે, રવિવાર સુધીમાં 4 ફૂટ સુધી બરફ પડી શકે છે, જે લોકોને સૌથી વધુ અસર કરી શકે છે એટલું જ નહીં, ઓહિયોમાં અષ્ટબુલા કાઉન્ટી શેરિફે ગુરુવારે કાઉન્ટીમાં I-90ની ઉત્તરે આવેલા તમામ વિસ્તારો માટે લેવલ 3 સ્નો ઈમરજન્સી જાહેર કરી હતી. મિશિગનમાં પણ વરસાદ પડી રહ્યો છે. તેથી જ આ વિસ્તારોમાં બર્ફીલા પરિસ્થિતિઓએ ગેરાલ્ડ આર. ફોર્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની ફ્લાઇટ મોડી પડી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500