ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હસ્તકની કંપની માં જુનિયર ઇજનેર ની ભરતીમાં પોસ્ટરમાં ગરબડ થઈ છે એવા આક્ષેપો સાથે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ સાથે નિઝરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી હતી.
હાલમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા હસ્તકની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન ની વડી કચેરી દ્વારા જુનિયર ઇજનેર માટેની સીધી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ સીધી ભરતી પ્રક્રિયા દરમિયાન ભારત સરકાર અને સરકારે નક્કી કરેલા નીતિ-નિયમો અનુસાર રોસ્ટરનું અમલીકરણ કર્યું નથી અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની રજૂઆત ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ દ્વારા કરવામાં આવી છે .
સરકારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં જેટકો ના અધિકારીઓ સામે કોઈ પગલાં ભરાયા નથી આ સંદર્ભે જ્યાં સુધી જેટકો માં રોસ્ટર ની યાદી પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી જુનિયર ઇજનેર ની ભરતી સ્થગિત ધારાસભ્યએ માંગ કરી છે. એ સાથે જ કંપનીમાં સરકારના નિષ્ઠાવાન અધિકારીઓને નિયુક્ત કરે અને કર્મચારી ઉત્કૃષ્ટ મંડળના પ્રમુખ તથા મહામંત્રીની ઉપસ્થિતિમાં રોસ્ટર રજીસ્ટરનું ઓડિટ કરવા માંગ કરી હતી..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૪મું સફળ અંગદાન
April 12, 2025નિઝરનાં બોરદા ગામની સીમમાં અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત
April 12, 2025