ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ હવે રાજ્યસભામાં જોવા મળશે. મહિલા દિવસે ખાસ સન્માન કરતાં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. પીએમએ કહ્યું, ‘મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે.સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, ‘રાજ્યસભામાં તેમની હાજરી આપણી ‘નારી શક્તિ’નું શક્તિશાળી પ્રમાણ છે, જે આપણા દેશના ઘડતરમાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ છે. હું તેમને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું. જણાવી દઈએ કે સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે. સુધા મૂર્તિ મહિલાઓ અને બાળકો માટે સતત કામ કરી રહી છે. તેમણે ઘણા પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે. હકીકતમાં સુધા મૂર્તિએ જ 1981માં ઇન્ફોસિસની શરૂઆત દરમિયાન તેમના પતિ એનઆર નારાયણ મૂર્તિને 10,000 રૂપિયાની લોન આપી હતી. સુધાએ ટીવી શોમાં જણાવ્યું હતું કે તે સમયે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને પૈસાની તંગી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500