ભારતમાં તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે ત્યારે દુનિયાભરના દેશોમાં રહેતા ભારતીયોએ આ ઐતહાસિક પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોરેશિયસની સરકારે તો તારીખ 22 જાન્યુઆરીએ હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓને બે કલાકની વિશેષ રજા આપવાનુ એલાન કર્યુ છે. જેથી તેઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વ સમયે યોજાનારા કાર્યક્રમોમાં ભાગ લઈ શકે. સરકારે કહ્યુ છે કે, કેબિનેટે સોમવારે તારીખ 22 જાન્યુઆરીએ બપોરે બે વાગ્યાથી બે કલાકની વિશેષ રજા આપવા માટે સંમતિ આપી છે.
આ રજા અયોધ્યામાં થનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી છે. આ પહેલા મોરેશિયસમાં હિન્દુ સંગઠનોએ સરકારને આ બાબત પર વિચાર કરવા માટે અપીલ કરી હતી અને તેના પગલે મોરેશિયસની સરકારે કેબિનેટની બેઠક બોલાવી હતી. આ રજાના કારણે હિન્દુ નાગરિકો રામ મંદિરના સમારોહનુ લાઈવ પ્રસારણ પણ જોઈ શકશે. આફ્રિકામાં એક માત્ર મોરેશિયસ દેશ એવો છે જ્યાં હિન્દુઓની 48.5 ટકા જેટલી વસતી છે અને અહીંયા હિન્દુ ધર્મનુ ચલણ સૌથી વધારે છે. બ્રિટિશ સામ્રાજ્યના શાસન દરમિયાન મોરેશિયસમાં ખેતી કરવા માટે અંગ્રજો દ્વારા ભારતીયોને લઈ જવામાં આવ્યા હતા અને મુખ્યત્વે અહીંયા યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશના લોકો સ્થાયી થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500