ભારતીય ફાર્માસ્યુટિકલ્સ માર્કેટ જૂનમાં 8.8 ટકા વધ્યું હતું. માર્કેટ રિસર્ચ ફર્મ ફાર્મરેકના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન તમામ મુખ્ય થેરાપીના ભાવમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. આ વર્ષે જૂનમાં શ્વસન (19.2 ટકા) અને એન્ટિ-ઇન્ફેક્ટિવ (17.2 ટકા) જેવી તબીબી ક્ષેત્રની મુખ્ય સારવારોમાં બે આંકડાની કિંમતમાં વૃદ્ધિ જોવા મળી છે. ચોક્કસ તબીબી ક્ષેત્રોમાં ભાવ વધારાના કારણ અંગે, ફાર્મરેકે જણાવ્યું હતું કે મોટાભાગના તબીબી ક્ષેત્રોમાં સકારાત્મક ભાવ વધારો જોવા મળ્યો છે.
સામાન્ય રીતે બીજા અર્ધમાં જૂન પછી આ વર્ષે ઊંચા વૃદ્ધિ દર સાથે કેટલીક સારવારોમાં મોસમી વધારો જોવા મળે છે. ફાર્માસ્યુટિકલ્સ માર્કેટની ત્રણેય શ્રેણીઓ જેવી કે નવા લોન્ચ, મૂલ્ય આધારિત વૃદ્ધિ અને વોલ્યુમ વૃદ્ધિમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે, જેના પરિણામે ગયા વર્ષ જૂનમાં 6 ટકાની સરખામણીએ આ વર્ષે જૂનમાં એકંદર મૂલ્ય વૃદ્ધિ 8.8 ટકા થઈ છે. જુલાઈ 2023 અને જૂન 2024ની વચ્ચે, ફાર્માસ્યુટિકલ્સ માર્કેટનું મૂવિંગ એન્યુઅલ ટર્નઓવર (MAT, જે છેલ્લા 12 મહિનાનું ટર્નઓવર છે) 7.6 ટકા વધ્યું છે.
જે ફાર્માસ્યુટિકલ્સ માર્કેટનું કુલ ટર્નઓવર રૂપિયા 2 લાખ કરોડથી થોડું વધારે થઈ ગયું છે, જ્યારે સ્થાનિક બજારમાં વોલ્યુમ 0.1 ટકા ઘટયું હતું. કાર્ડિયાક, એન્ટિ-ઇન્ફેક્ટિવ, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ જેવા કી થેરાપ્યુટિક્સના મૂવિંગ એન્યુઅલ ટર્નઓવરએ અનુક્રમે 9 ટકા, 8.7 ટકા અને 8.4 ટકાની પ્રમાણમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. આ ત્રણ તબીબી ક્ષેત્રો મળીને લગભગ 38 ટકા ફાર્માસ્યુટિકલ્સ માર્કેટ બનાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500