Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સૈન ફ્રાન્સિસ્કોનાં ગોલ્ડન ગેટ બ્રિજ પરથી ભારતીય મૂળનાં અમેરિકન કિશોરે દરિયામાં છલાંગ લગાવતા મોત

  • December 16, 2022 

અમેરિકા અને દુનિયાભરમાં પ્રખ્યાત એવા સૈન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ બ્રિજ પરથી ભારતીય મૂળનાં અમેરિકન કિશોરે દરિયામાં છલાંગ લગાવી હતી. તેથી તેનું મુત્યુ થઇ ગયું. બ્રિજ પર તૈનાત US કોસ્ટ ગાર્ડનાં જવાનોએ બે કલાકની મહેનત બાદ છોકરાનાં મૃતદેહને દરિયામાંથી બહાર કાઢ્યો હતો. બાળકનાં સંબંધીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે. બાળકે આત્મહત્યા કરી હોવાની આશંકા છે, જોકે તેણે આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે, બ્રિજ પાસે 16 વર્ષનાં કિશોરની સાયકલ, ફોન અને બેગ મળી આવી છે.




ભારતીય સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાનાં જણાવ્યા અનુસાર, ભારતીય મૂળનાં વ્યક્તિ દ્વારા આત્મહત્યાની આ ચોથી ઘટના છે. જેમાં એક ભારતીય અમેરિકન કથિત રીતે આત્મહત્યા કરવાના ઈરાદે ગોલ્ડન બ્રિજ પરથી કૂદી ગયો હતો. US સ્થિત NGO બ્રિજ રેલ ફાઉન્ડેશનનાં રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે અહીં 25 લોકોએ આત્મહત્યા કરી હતી. વર્ષ-1937માં બ્રિજ ખોલવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 2,000 લોકો દ્વારા આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે. સૈન ફ્રાન્સિસ્કો સરકાર બ્રિજની આસપાસ 1.7 માઇલ લાંબી અને 20 ફૂટ પહોળી લોખંડની જાળી બાંધવાનું કામ કરી રહી છે. આ કામ આ વર્ષે જાન્યુઆરી સુધીમાં પૂરું કરવાનું હતું, પરંતુ પ્રોજેક્ટ હજુ અધૂરો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application