Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણાં વર્ષ 2023માં ચીનમાં ઉત્પાદનમાં ઘટાડો થતાં ભારત ખાતેથી લસણની વિક્રમી નિકાસ થવા પામી

  • December 11, 2023 

ગયા નાણાં વર્ષમાં વિક્રમી નિકાસ બાદ વર્તમાન નાણાં વર્ષમાં પણ દેશમાંથી લસણની રેકોર્ડ નિકાસ જોવા મળશે. ચીનમાંથી પૂરવઠો ઘટતા વૈશ્વિક સ્તરે લસણની અછત ઊભી થઈ છે જેનો ભારતને લાભ થઈ રહ્યો છે અને ભારત ખાતેથી નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનએ લસણનો મોટો ઉત્પાદક દેશ છે. નિકાસ માંગ વધતા ઘર આંગણે લસણના ભાવ ઉંચકાયા છે. વર્તમાન નાણાં વર્ષમાં દેશમાંથી લસણની નિકાસનો નવો વિક્રમી આંક જોવા મળશે. ગયા નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીએ  વર્તમાન વર્ષના આ ગાળામાં લસણની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ 129 ટકા જ્યારે વોલ્યુમની દ્રષ્ટિએ 110 ટકા વધુ હોવાનું સ્પાઈસ બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયા 277 કરોડ કિંમતના કુલ 56823 ટન્સ લસણની નિકાસ થવા પામી છે.



ઘર આંગણે લસણના હોલસેલ ભાવ હાલમાં પ્રતિ કિલો રૂપિયા 240 છે જ્યારે રિટેલ ભાવ રૂપિયા 260થી 265 બોલાઈ રહ્યા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. હાલના ભાવ અત્યાર સુધીના ઊંચા ભાવ છે. લણસના વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 75 ટકા જેટલો છે. ચીનમાં અંદાજે 2.30 કરોડ ટન લસણનું ઉત્પાદન થાય છે જ્યારે 33 લાખ ટન સાથે ભારત બીજા ક્રમે છે. નાણાં વર્ષ 2023માં ચીનમાં ઉત્પાદનમાં ઘટાડો થતાં ભારત ખાતેથી લસણની વિક્રમી નિકાસ થવા પામી હતી. વર્તમાન વર્ષમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે અને ગયા વર્ષ કરતા પણ નિકાસ કામગીરી સારી જોવા મળી રહી છે, એમ સ્પાઈસિસ બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું. જુનો સ્ટોક ખાલી થઈ જતા અને નિકાસમાં વધારો થતાં લસણના ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે. આગામી વર્ષમાં નવો પાક ઊંચો આવવાની અપેક્ષા છે, પરંતુ વધી રહેલી માગ ભાવને ઊંચા જાળવી રાખશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application