Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીમાં જૂની અદાવતે કાપડનાં વેપારી ઉપર લોખંડના સળિયા વડે હુમલો

  • February 22, 2025 

વાપીમાં અગાઉ એક ઝઘડામાં પોલીસ કેસ થયો હતો જેની અદાવત રાખી કાપડનાં વેપારી ઉપર લોખંડના સળિયા વડે હુમલો થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, વાપીના વેપારી મનોજ લાલુપ્રસાદ યાદવ (ઉ.વ.૪૨., રહે.વાપી ટાઉન, સુથારવાડ, દેવ તપોવન રેસીડન્સી)એ જનસેવા હોસ્પિટલમાં જનરલ વોર્ડ બિછાનેથી પોલીસને ફરિયાદ આપી હતી કે, પોતે વાપી બજારમા શીવમ હોજીયરી નામથી કપડાની દુકાન ચલાવે છે. એક મહિના પહેલા રાય નામના માણસની બોલાચાલી ઈન્દ્રજીત સાથે થઈ હતી.


તેથી મનોજ યાદવે રાયને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. તે પછી તારીખ ૧૮/૦૨/૨૦૨૫ નારોજ મનોજ યાદવ પોણા બારેક વાગ્યે દવા લેવા માટે ચાલતો ચાલતો દિક્ષીત હોસ્પિટલની સામેથી જતો હતો. તે વખતે ઈન્દ્રજીત રસ્તામા મળતા તેને જણાવ્યું હતુ કે, તે મારા વિરુદ્ધ પોલીસ મથકે અગાઉ કેમ કેસ કરાવ્યો હતો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલી મને (મનોજ યાદવને) ઢીકકમુકીનો માર માર્યો હતો.


ત્યારબાદ તે નજીકમા પડેલો લોખંડના સળિયો લઈ આવ્યો હતો અને મનોજના ડાબા હાથના પંજા ઉપર તેમજ ડાબા હાથના બાવડા ઉપર તેમજ ગળાના જમણા ભાગે મારી દીધો હતો. આ સમયે તેણે જણાવ્યું કે, પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ઘટના બાદ વેપારી મનોજને સારવાર માટે વાપી જનસેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને ડાબા હાથમા પંજા ઉપર ફેકચર થયાનું નિદાન થયા બાદ ઓપરેશન કરાયું હતુ.  ઘટના અંગે વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application