બારડોલીના ગાંધી રોડ પર આવેલી રાજેન્દ્ર નગર સોસાયટી મકાન નંબર ૨૫૦મા રહેતા અજયભાઈ રતિલાલ શાહ નાએ ગત તારીખ ૩૧/૧૨/૨૦૧૮ના રોજ તેરાપંથ સમાજ વાડીના ગેટની પાસે મકાનના રીનોવેશન સ્થળે બાળાને લઈ જઈ અશ્લીલ હરકત કરી હતી. આ કેસ બારડોલીની સેશન્સ કોર્ટમા ચાલી જતા એ.પી.પી.નિલેશ એચ. પટેલની દલીલ સાંભળી તથા રજુ થયેલ પુરાવાઓ ધ્યાને લઈ આરોપી અજય રતિલાલા શાહ સામેનો ગુનો પુરવાર થયો હોવાનું માની બારડોલીને છઠ્ઠા એડીશનલ સેશન્સ જજ રોબીન પી.મોગેરાએ આરોપી અજયભાઈ રતિલાલ શાહને છ મહિનાની સખ્ત કેદની સજા તથા રૂપિયા ૧૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજા તથા પોક્સો એક્ટ કલમ-૪ના ગુનામાં ૭ વર્ષની સખ્ય કેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application