મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ નગરના શ્રીરામ નગરમાં રહેતા હંસાબેન જેસાભાઈ ભરવાડ નાઓ તારીખ ૧૭-૦૨-૨૦૨૫ નારોજ ઘરે હાજર હતા અને પતિ જેસાભાઈ મેપાભાઈ ભરવાડ નાઓ કામકાજથી બહાર ગયા હતા ત્યારબાદ તેઓ ઘરે પરત આવ્યા હતા.
તે સમયે ઘરે સસરા અને મારા છોકરાઓ હાજર હતા અને હંસાબેનના પતિએ આવીને કહ્યું કે, મને જમવાનું આપ જેથી જમવાનુ આપ્યું હતું અને જમીને ઉભા થઈને કહેવા લાગ્યા કે, આપણી બંને ગાય શું કામની છે તેને વેચી નાખ જેથી હંસાબેનએ કહ્યું કે, ‘આ ગાયો વેચી દઈશું તો આપડે છોકરાઓને દૂધ કેમ ખવડાવીશું???” તેમ કહેતા હંસાબેનના પતિ એક્દમ ઉશ્કેરાય ગયા હતા અને નજીક ઉભેલ છોકરાને ધક્કો મારી દીધો હતો જેથી હંસાબેન દોડી આવી છોકરાને ઉભો કર્યો હતો. તેમજ હંસાબેનએ છોકરાને માર ન મારવા કહેતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને નજીક પહેલ પથ્થર ઉપાડી હાથમાં પકડી હંસાબેનને મારતા તેમને માથા ઉપર વાગ્યું હતું.
જેથી હંસાબેનએ બુમો પાડતા ઘર પાસે રહેતા ટપુભાઇ ભરવાડા દોડી આવ્યા હતા અને હંસાબેનના પતિ કહેવા લાગ્યા હતા કે, ‘આજે તો તું બચી ગઈ છે પણ એકાદ દિવસ તેને ચોક્કસ મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે હંસાબેન ભરવાડ નાએ તારીખ ૧૮-૦૨-૨૦૨૫ નારોજ સોનગઢ પોલીસ મથકે પતિ જેસાભાઈ મેપાભાઈ ભરવાડ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500