તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલ સતત ભારે વરસાદના કારણે ડોલવણના ઉમરવાવદૂર ગામના દેગડી ફળીયામાં રહેતા ગીરીશભાઈ મંજીભાઈ ચૌધરીનું કાચુ ઘર ધરાશાઈ થયું હતું. જોકે સદનસીબે કોઈ જાન હાની પહોંચી ન હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઉમરવાવદૂર ગામના મુખ્ય કોતરનું દર વરસે થતુ ધોવાણ છેક ગીરીશભાઈ ચૌધરીના ઘર પાસે પહોંચી ગયું છે અને ધોવાણ અટકે એ માટે ગ્રામ પંચાયતને ઘણી રજૂઆત પણ કરી છે,તેમછતાં રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. વરસાદી માહોલમાં ખેડૂત પરિવારનું કાચું ઘર ધરાશાઈ થતા રોતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય કરવામાં તેવી અપીલ કરવામાં આવી છે.
તલાટીએ સ્થળ તપાસ કરી રીપોર્ટ કર્યો
જૂથ ગ્રામ પંચાયત ઉમરવાવદૂરના તલાટીએ ટીડીઓને રીપોર્ટ કરતા જણાવ્યું હતું કે, ઉમરવાવદૂર ગામના દેગડી ફળીયાના રહીશ ગીરીશભાઈ મંજીભાઈ ચૌધરીનું ઘર નંબર-૧૦૪ આજરોજ એટલે તા.૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ નારોજ સવારે ૧૧:૦૦ કલાકે ભારે વરસાદના કારણે તેમનું કાચું ઝુપડું સંપૂર્ણ નાશ પામેલ છે, જેમાં કોઈ પણ પ્રકારની જાન હાની પહોંચી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500