ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. બીબીડી યુનિવર્સિટી નજીક અયોધ્યા હાઈવે પર ગતરોજ રાત્રે એક ડમ્પરે બેકાબૂ બની એક ઝુંપડાંમાં સુતા પરિવારને કચડી નાંખ્યો હતો. કપચી ભરેલુ ડમ્પર બેકાબુ બનતાં હાઈવે નજીક એક ઝૂંપડાંમાં ઘૂસી ગયુ હતું. ઘરમાં સુઈ રહેલા દંપત્તિ અને તેમના બે બાળકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક સાત વર્ષની બાળકી માંડ માંડ બચી છે. મહિલા આઠ માસની ગર્ભવતી હતી.
જોકે બારાબંકીનાં જૈતપુર નિવાસી ઉમેશ (ઉ.વ.35) ટાઈલ્સ કારીગર હતો. જે હાઈવે નજીક ઝૂંપડામાં પત્નિ નીલમ દેવી (ઉ.વ.32), પુત્ર ગોલૂ (ઉ.વ.4), સની (ઉ.વ.13) અને પુત્રી વૈષ્ણવી સાથે રહેતા હતા. તેઓ રાત્રે ઘરમાં ગાઢ નિંદ્રામાં હતાં. ત્યારે અચાનક એક ડમ્પરે ચારેયના જીવ લઈ લીધા હતા. વૈષ્ણવી આ અકસ્માતનો ભોગ બનતાં બનતાં બચી હતી. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. અકસ્માત અંગે નીલમનાં ભત્રીજા ધરમસિંહે એફઆઈઆર નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application