હોલિવુડ અભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરવામાં આવી છે, આ દુ:ખદ સમાચારને લઈ અભિનેતાના ચાહકોમાં દુખની લાગણી જોવા મળી રહી છે. ચોર અભિનેતાની કારમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેને અભિનેતાએ અટકાવ્યા હતા, આ દરમિયાન અભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. અભિનેતા પર ચોરે લોસએન્જિલ્સમાં હુમલો કર્યો હતો. અભિનેતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
અભિનેતા અંદાજે 37 વર્ષનો છે. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેના ચાહકો સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યા છે. જોનીના એજન્ટ ડેવિડ શૈલે તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. ‘પીપલ્સ મેગેઝિન’ સાથે વાત કરતા ડેવિડે જોનીને ‘અદ્ભુત વ્યક્તિ’ તરીકે યાદ કર્યા. તેણે કહ્યું, ‘તે ખૂબ જ પ્રતિભાશાળી હતો. જેઓ તેને ઓળખતા હતા તેમના માટે તે એક અદ્ભુત વ્યક્તિ હતો. તેણે સખત મહેનત કરી અને ક્યારેય હાર ન માની. પ્રોફેશનલ લાઈફમાં પણ તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો હતો. ડેવિડ શૉલે આગળ કહ્યું, ‘તેમના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.’
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500