અમેરિકામાં ન્યૂયોર્ક સ્ટેટનાં ઉત્તરીય હિસ્સામાં ભારે હિમવર્ષાનાં લીધે જનજીવન સ્થગિત થઈ ગયું છે અને કેટલાક લોકોનાં મોત થયા છે. 11 જેટલી કાઉન્ટીઓમાં ઇમરજન્સી જાહેર કરવી પડી છે. શહેરમાં 6 ફૂટ જેટલો બરફ પડયો છે. આ સ્નોસ્ટોર્મમમાં બફેલો મેટ્રો એરીયા પર વધારે અસર પડી છે. જયારે શનિવારે વેહેલી સવારે શહેરનાં દક્ષિણી હિસ્સામાં પાંચ ફૂટથી વધારે બરફ પડયો હતો. નેશનલ વેધર સર્વિસનાં જણાવ્યા મુજબ, એનએફએલ બફેલો હિલ્સમાં શનિવારે 77 ઇંચ બરફ પડયો હતો.
ફોર્ટ ડ્રમ આર્મી બેઝ નજીક નેચરલ બ્રિજ ખાતે આવેલું ટાઉન 6 ફૂટ જેટલા બરફની ચાદર હેઠળ ઢંકાઈ ગયું છે. આ સ્નોસ્ટોર્મના લીધે રવિવારે બિલ્સ અને ક્લીવલેન્ડ બ્રાઉન વચ્ચે રમાનારી નેશનલ ફૂટબોલ લીગની મેચ ડેટ્રોઇટ ખાતે ખસેડવી પડી છે. નેશનલ વેધર સર્વિસે થોડો સમય આ હિમવર્ષામાંથી રાહત મળશે તેવી આગાહી કરી છે, પરંતુ આ રાહત લાંબા સમય સુધી નહી મળે.
વેસ્ટર્ન ન્યૂયોર્કમાં આજે સાંજે અને આગામી સપ્તાહે લેક-ઇફેક્ટ સ્નોસ્ટોર્મની અસર વર્તાવવાની શરૂ થઈ જશે. લેક ઇફેક્ટ સ્નોસ્ટોર્મમાં હિમપવનો સરોવરમાનો ભેજ પકડે છે અને પછી નજીકનાં સ્થળોમાં આ હિમવર્ષા થાય છે. તેથી તેને લેક ઇફેક્ટ સ્નોસ્ટોર્મ કહે છે. આ પ્રકારનાં સ્નોસ્ટોર્મમાં લોકો માટે ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. હિમપવનોનોની તીવ્ર ઠંડીના લીધે જીવ ગુમાવવાની પણ શક્યતા રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500