હજી સુધી 'હીટવેવ' સહન કરી રહેલાં ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભારે વર્ષાથી લોકોને રાહત મળી છે. સાથે જોરદાર પવનો અને વરસાદને લીધે વાતાવરણ ખુશનૂમા બની રહ્યું છે. ઉત્તર પ્રદેશના ૨૦, અને બિહારના ૨૪ જિલ્લાઓમાં સાઉથ-વેસ્ટ-મોન્સૂને પગલાં પાડયા છે. ઉતરપ્રદેશમાં ચક્રવાત 'બિપોરજોય'ની સ્પષ્ટ આફટર-ઈફેક્ટ દેખાઈ રહી છે. તેવું જ બિહારમાં પણ બન્યું છે. હજી સુધી ધોમધખતા ઉનાળામાં શેકાઈ રહેલા આ રાજ્યોમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.
તે સમયે થયેલા આ વરસાદને લીધે લોકોમાં ઉત્સાહ પ્રેયાયો છે. જોકે ગતરોજ સવારથી વરસાદનું જોર વધ્યું છે. વાસ્તવમાં લખનૌ સહિત અન્ય વિસ્તારોમાં મંગળવારથી જ હળવાથી મધ્યમ વરસાદ શરૂ જ થઈ ગયો હતો. બુધવારથી હવા પણ જોરદાર વહી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે પણ ઉત્તરપ્રદેશ અને બિહારમાં વેસ્ટ મોન્સૂન ચાલુ રહેવા સંભવ છે. તે પાછળ મુખ્ય કારણ ચક્રવાત 'બિપોરજોય'ની આફ્ટર ઈફેક્ટ હોવાનું હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે.
આ સાથે ઉષ્ણતામાનમાં પણ ઘટાડો થયો છે. હજી સુધી ૪૧ થી ૪૫ ડીગ્રી સેલ્સિયસ નીચે શેકાઈ રહેલાં આ રાજ્યોમાં વધુમાં વધુ ઉષ્ણાતાન ૩૭ ડીગ્રી સેલ્સિયસ અને ઓછામાં ઓછું ઉષ્ણતામાન ૨૭ ડીગ્રી આસપાસ નોંધાયું છે. ઉલ્લેખનીય તે છે કે વધુમાં વધુ ઉષ્ણતામાન માત્ર થોડા કલાકો પૂરતું જ ૧ થી ૩ વાગ્યા વચ્ચે નોંધાયું હતું પછી પારો ધીમે ધીમે નીચે ઉતરતો ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500