ઉતરપ્રદેશનાં બલરામપુર જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ચાલાકને ઉંઘનો ઝોકો આવી જતા સ્વિફ્ટ ડિઝાયર કાર ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર દંપતિ અને 4 બાળકો સહિત 6 લોકોનાં મોત થઈ ગયા છે. શ્રીદત્તગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ગોંડા ઉતરૌલા રોડ પર સ્થિત દેવરિયા બિશમ્ભરપુર પાસે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ અધિક્ષક કેશવ કુમારે જણાવ્યું કે, 40 વર્ષીય સોનુ સાહુ, ગામ વાંકુલ, પોલીસ સ્ટેશન શ્રીરામપુર, જિલ્લા દેવરિયાના રહેવાસી, તેમના પરિવારનાં સભ્યો સાથે કાર દ્વારા નૈનીતાલ ગયા હતા. પરત ફરતી વખતે દેવરિયા બિશંભરપુર પાસે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.
જોકે કારમાં સવાર તમામ 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. કારના ડ્રાઈવરના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું જેના પરથી તેમની ઓળખ થઈ શકી છે. શ્રીદત્તગંજનાં ઈન્ચાર્જ વિપુલ કુમાર પાંડે સાથીઓ સાથે પેટ્રોલિંગ પર હતા. જ્યારે તેમણે ક્ષતિગ્રસ્ત કાર જોઈ ત્યારે અકસ્માતની આશંકા ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો. એસપીએ કહ્યું કે, આધાર કાર્ડમાં મળેલા ફોન નંબરનાં આધારે સંબંધીઓને માહિતી આપવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500