હૃદય રોગના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં લઈને જાહેર જનતામાં જાગૃતિ ફેલાય એવા આશયથી સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ-સુરત દ્વારા નિ:શુલ્ક હૃદયરોગ તપાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં ૫૦ વર્ષથી ૯૨ વર્ષ સુધીના ૫૭થી વધુ માજી સૈનિકોનું નિષ્ણાત તબીબો દ્વારા ચેકઅપ કરાયું હતું. કેમ્પમાં માજી સૈનિકો સહિત તેમના પરિવારજનોને ઉપલબ્ધ સુવિધાઓ ECG, 2D ઇકો (હૃદયની સોનોગ્રાફી) કાર્ડિયોલોજીસ્ટ દ્વારા કન્સલટેશન તેમજ પ્રાથમિક તપાસણી કરી હૃદયરોગ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. કેમ્પમાં માજી સૈનિક સેવા મંડળના પ્રમુખ નરેન્દ્ર પટેલ, જનરલ સામાન્ય મંત્રી કાંતિભાઈ માંજરાવાલા, ફાઉન્ડર સુધીર પટેલ, પૂર્વ સૈનિક સેવા પરિષદના માર્ગદર્શક મનમોહન શર્મા અને જયંતિભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application