ઉત્તરપ્રદેશનાં દેવરિયા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં આ અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત થઈ ગયા છે. આ તમામ લોકો બિહારનાં મૈરવામાં ઉપનયન સંસ્કારમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સલેમપુર મૈરવા રોડ પર બહિયારી બઘેલ ગામ પાસે તેની ક્રેટા કાર એક ટ્રક સાથે અથડાઈ હતી અને પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક સંકલ્પ શર્મા અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એવું કહેવાય છે કે, રૂદ્રપુર વિસ્તારનાં ભરતોલા વોર્ડના રહેવાસી પરિવારના સભ્યો ઉપનયન સંસ્કારમાં સામેલ થવા માટે ક્રેટા કારમાં ન જઈ રહ્યા હતા.
જયારે રસ્તામાં ભાટપારરાની પોલીસ સ્ટેશન વિસ્તારનાં બહિયારી બઘેલ ગામ નજીક ટ્રક સાથે કારની ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા અને કારની એરબેગ પણ ફાટી ગઈ હતી. જેવી ઘટનાની જાણ થઈ પોલીસ અધિક્ષક સંકલ્પ શર્મા અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અધિક્ષક સંકલ્પ શર્માએ જણાવ્યું કે, કાર અને ટ્રકની સામ-સામે થયેલી ટક્કરમાં પાંચ લોકોનાં મોત થઈ ગયા છે. જે લોકો ઘાયલ થયા છે તેમની સારવાર ચાલી રહી છે. ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application