દેવદિવાળીએ શામળાજી દર્શન કરીને પરત કારમાં ફરી રહ્યા હતા ત્યારે શામળાજીનાં ગડાધર ગામ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા પુલ પરની કાર ૩૫ ફૂટ નીચે પટકાઇ હતી. જેમાં કપડવંજ તાલુકાના દંતાલી ગામના ત્રણ, નડિયાદના ખોડીવાવ ગામના એક અને બનાસકાંઠાના મેરવાડા ગામના એક સહિત પાંચ વ્યકિતનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઇ પોલીસ દોડી આવી હતી. શામળાજીની સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પીએમ કરાયું હતું.
પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. કારતકી પૂનમને દેવ-દિવાળી પર્વે શામળાજી ખાતે દર્શન કરી પરત ફરતા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દંતાલી ગામના કાર ચાલકને ગડાદર નજીક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે માર્ગ પરના શામળાજી પાસેગડાધર ગામ નજીક માર્ગેથી પસાર થતી કાર ગડાધર બ્રીજ પરથી અચાનક નીચે પટકાઈ હતી અને ૩૫ ફ્રુટ નીચે ધડાકાભેર પટકાયેલી કારમાં ચાલક સહિત સવાર પાંચ વ્યકિતના મોત નિપજ્યા હતા. જેમાં કપડવંજ તાલુકા, નડિયાદ તાલુકા અને બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર તાલુકાનાં પાંચ વ્યકિતનાં મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાયો હતો.
આ ગોઝારા અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટીંટોઈ પોલીસને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોચી હતી. પ્રથમ દ્દષ્ટિએ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં ચાલક સહિત ૫ જણાના ઘટના સ્થળે મોત નીપજયા હતા. જિલ્લા હેડ કર્વાટર ડીવાયએસપી સહિતની ટીમે આ ઘટનાને પગલે સ્થળ ઉપર દોડી આવી હતી બ્રીજ પરથી પટકાયેલી કારનો કચ્ચરધાણ વળ્યો હતો અને મૃતદેહોને પોલીસ દ્વારા શામળાજી ખાતેની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયા હતા. પરંતુ દેવ દિવાળીના તહેવારે સર્જાયેલી અકસ્માતની દુર્ઘટનાને લઈ ભારે શોક છવાયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500