Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનવ તસ્કરીના પાંચ મોડયુલનો ભાંડો ફૂટયો,૪૪ની ધરપકડ

  • November 10, 2023 

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)એ માનવ તસ્કરીને લઈને દેશવ્યાપી દરોડા પાડીને ૪૪ની ધરપકડ કરી છે. આ દરોડા સાથે તેણે માનવ તસ્કરીના રાષ્ટ્રવ્યાપી પાંચ મોડયુલ ધ્વસ્ત કર્યા હતા. બોર્ર સિક્યોરિટી ફોર્સ અને સ્ટેટ પોલીસ ફોર્સની મદદથી આ આઠ રાજ્યા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ ૫૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 


એનઆઇએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘૂસણખોરી અને ભારત-બાંગ્લાદેશ સરહદે  વસતા ગેરકાયદેસરના વસાહતીઓને દૂર કરવાના ભાગરુપે માનવ તસ્કરીને ધ્વસ્ત કરવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા.અધિકારીએ જણાવ્યું હતું કે ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુકાશ્મીર અને પુડુચેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઇએના દરોડા માનવ તસ્કરીના નેટવર્ક માટે મોટો પ્રહાર માનવામાં આવે છે. 


અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ ૪૪ ઓપરેટર પકડાયા છે અને તેમાથી ૨૧ ત્રિપુરાના છે, દસ કર્ણાટકના છે, આસામના પાંચ, પશ્ચિમ બંગાળના ત્રણ અને તમિલનાડુના બે છે. આ સિવાય પુડુચેરી, તેલંગણા અને હરિયાણામાં એક-એક પકડાયા છે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક વધુ લોકોને પણ અટકાયતમાં લેવાયા છે. તેમા ઝફર આલમ તરીકે ઓળખાયેલા મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમનો સમાવેશ થાય છે. તેને જમ્મુ-કાશ્મીર પરના દરોડામાં પકડવામાં આવ્યા હતા. 


એનઆઇએએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં બીજી બધી એજન્સીઓનો સાથ લઈને સંકલિત ધોરણે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં વિવિધ મહત્વની વસ્તુઓ જેમકે ડિજિટલ ડિવાઇસીસ, આધાર અને પાન કાર્ડ સહિતના ઓળખ સંલગ્ન દસ્તાવેજ તથા ૨૦ લાખ રુપિયાની રોકડ અને ૪,૫૫૦ અમેરિકન ડોલર જપ્ત કરવામાં આવ્યા હતા. એનઆઇએના અધિકારીઓને તપાસમાં તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં  માનવ તસ્કરીને વિવિધ મોડેય્લુ જોવા મળ્યા હતા. તેના તારણોના આધારે એનઆઇએએ  આ મોડયુલ અને તેના વિવિધ રાજ્યો તથા પ્રાંતોમાં આવેલા નેટવર્કને ધ્વસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application