ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના પલાની વિસ્તારમાં પાંચ બાળકો નદીમાં ડૂબી ગયા હતા. જેમાં ચારના મોત થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તરવૈયાઓની મદદથી બાળકોની શોધખોળ હાથ ધરી હતી. પરિજનોને જાણ થતાં જ હાહાકાર મચી ગયો હતો. અપર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે, ગતરોજ સવારે લગભગ 9 વાગે થાણા પૈલાની હેઠળના ગુરગાવા માજરા સિંધન પુરવા ગામમાં 5 બાળકો નદીમાં ડૂબી ગયા હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાળકોને બચાવવા પ્રયાસ કર્યો હતો.
તેમને નજીકના સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એક બાળક હજુ પણ ગુમ છે. જેની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ ઘટના બાંદાના પૈલાની પોલીસ સ્ટેશન હેઠળના સિંધનકાલા ગામના ગુરગવા મજરામાં બની હતી. માહિતી અનુસાર ડૂબતી વખતે તમામ બાળકો અચાનક ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. જે બાદ તેઓ એક પછી એક ડૂબવા લાગ્યા. જ્યારે નજીકમાં ઉભેલા લોકોએ બાળકોને ડૂબતા જોયા ત્યારે તેઓએ બૂમાબૂમ કરી હતી. જે બાદ બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application