સુરત શહેરના વરાછામાં અશ્વિની કુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે શાળાની લાઈબ્રેરીમાં એ.સીમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ ફાટી નીકળતા ઘુમાડો ફેલાતા ત્યાં ભારે અફડાતફડી અને ભાગદોડ થઇ જવા પામી હતી. ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ, વરાછામાં અશ્વિની કુમાર રોડ પર ગૌશાળા સર્કલની બાજુમાં સરસ્વતી વિધાલયમાં ગુરુવારે સવારે વિધાર્થીઓ શિક્ષકો દ્રારા અભ્યાસ કરવામાં મશુગલ હતા અને ત્યાંનો સ્ટાફ કામ કરવામાં વ્યસ્ત હતા. તે સમયે શાળાની લાઇબ્રેરીમાં એ.સીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ ભડકી ઉઠી હતી.
જોકે આગના લીધે ત્યાં વધુ પ્રમાણમાં ઘૂમાડો નીકળવા માંડયો હતો. જેથી લાઇબ્રેરીમાં હાજર સ્ટાફ સહિતના વ્યકિત નજીકના વર્ગમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને શિક્ષકો ગભરાઇ જઇને ભાગદોડ થઇ ગઇ હતી. જયારે અમુક સ્ટાફે હિમંત દાખવીને ફાયર એસ્ટીગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કરતા હતા. કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનની છ ગાડી સાથે ફાયર લાશ્કરોનો કાફલો ઘટના સ્થળે પહોંચીને ૨૦ મીનીટ સુધીકામગીરી કરતા આગ પર કાબુ મેળવ્યો હતો.
આગના લીધે ધણા વિધાર્થીઓ ને સ્ટાફ દ્વારા અન્ય બિલ્ડિંગમાં સહીસલામત શિફ્ટ કરી દીધા હતા.જયારે આ વાત વાયુ વેગ અમુક વાલીઓ સુધી ફેલતા સ્કુલ ખાતે દોડી આવ્યા હોવાનું સુત્રો જણાવ્યું હતું. આગના લીધે એ.સી,વાયરીંગ, વિવિધ પુસ્તો સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500