ઇઝરાયેલી દળો ઉત્તરીય ભાગમાં ઊંડે સુધી ઘૂસી ગયા છે, જ્યારે દક્ષિણમાં, ઇઝરાયેલીટેન્ક અને સૈનિકો રફાહ તરફ જતા હાઇવે પર આગળ વધી રહ્યા છે. હમાસ અને ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ ગાઝાના કેટલાક વિસ્તારોમાં ફરી એકઠા થયા હોવાથી લડાઈ ફરી એક વાર તીવ્ર બની છે. રફાહમાં ઇઝરાયલી હુમલામાં વિદેશી મૂળના એક યુએન કાર્યકર માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે ઈજિપ્તની સરહદ પર સ્થિત રફાહમાં આશ્રય લઈ રહેલા પેલેસ્ટાઈનીઓનું સ્થળાંતર ચાલુ છે. અત્યાર સુધીમાં, 3,60,000થી વધુ શરણાર્થીઓ ખાન યુનિસ અને અન્ય કેટલાક વિસ્તારોમાં ગયા છે.
પરંતુ રફાહમાં હજુ પણ લગભગ 10 લાખ બેઘર લોકો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિનને તન્યાહુએ કહ્યું છે કે અમે લડાઈ અધવચ્ચે છોડી શકીએ નહીં. આપણી આઝાદીની લડાઈ હજી પૂરી થઈ નથી, તે આ દિવસોમાં પણ ચાલુ છે. આપણે આપણા સુરક્ષિત ભવિષ્ય માટે લડવું પડશે અને હમાસને ખતમ કરવી પડશે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે ઉત્તરીગાઝામાં રાતોરાત ક્રેકડાઉન શરૂ કર્યું છે. IDF સેન્ટ્રલ ગાઝામાંઝિતોન અને પૂર્વી રફાહમાં મોટા પાયે હુમલા કરી રહ્યું છે.
આમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ જ કારણ છે કે રફાહમાંથી પેલેસ્ટિ નિયનોનું સ્થળાંતર વધ્યું છે. તે જ સમયે, ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીના જવાબમાં, હમાસે દક્ષિણ ઇઝરાયેલમાં રોકેટ હુમલો કર્યો, જેમાં 3 લોકો ઘાયલ થયા. સોમવારે ગાઝામાં વિવિધ સ્થળોએ કુલ 57 લોકો માર્યા ગયા હતા. આ સહિત ગાઝામાં સાત મહિનાના યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની કુલ સંખ્યા 35,091 પર પહોંચી ગઈ છે. ગાઝાપટ્ટીના ઉત્તર અને દક્ષિણમાં ફરી ભીષણ લડાઈ ફાટી નીકળી છે. સૌથી મોટા શહેર ગાઝા શહેરમાં એક ઘરને નિશાન બનાવીને કરાયેલા ઈઝરાયેલ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500