Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીનમાં કોરાનોનો ખોફ : માત્ર 3 જ દર્દીઓ સામે આવ્યા અને આખા શહેરમાં લોકડાઉન લગાવી દેવાયુ

  • January 04, 2022 

કોરોનાએ ફરી દુનિયામાં હાહાકાર મચાવવાનો શરુ કર્યો છે. કોરોનાની બીજી લહેર કેટલી ભયાનક હતી તે બધા જોઈ ચુકયા છે. ત્યારે ચીન કોરોનાને લઈને ભારે સતર્કતા વરતી રહ્યુ છે અને ચીનના 10 લાખની વસ્તી ધરાવતા શહેર યુજુમાં તો માત્ર 3 જ કોરોનાના કેસ સામે આવ્યા બાદ આખા શહેરમાં લોકડાઉન લગાવી દેવાયુ છે. સરકાર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નિકળવા માટે ચેતવણી આપવામાં આવી છે. સોમવારે સરકારે કહ્યુ હતુ કે, લોકો ઘરમાં રહે તે જરુરી છે અને શહેરમાં સોમવાર રાતથી લોકડાઉન લાગુ કરાયુ છે.ચીન દ્વારા પહેલા જ આ શહેરમાં બસ અને ટેક્સી સેવા પર રોક લગાવી દેવાઈ છે. હવે શોપિંગ મોલ, ઝૂ જેવા સ્થળો પણ બંધ કરવામાં આવી રહ્યા છે. જોકે ચીનમાં બીજા દેશો જેટલા કેસો સામે આવી રહ્યા નથી. મંગળવારે ચીનમાં કોરોનાનાના 175 કેસ સામે આવ્યા છે. બીજી તરફ ચીન વિન્ટર ઓલિમ્પિકના આયોજનમાં પણ વ્યસ્ત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application