નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરીથી એટીએમમાંથી રોકડ કાઢવી, સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ એગ્રીગેટર્સ સર્વિસ અને ઉબેર જેવી ટેક્સી રાઇડિંગ સર્વિસ મોંઘી થશે. આ ઉપરાંત કપડા અને ફૂટવેરનો દર સરકાર જો 12 ટકા જાળવી રાખે અથવા ઘટાડીને પણ તે પાંચ ટકા જેટલો ન કરે તો તે પણ મોંઘા થાય તેવી સંભાવના છે. બદલાઈ જવી જોઈએ. નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરીથી એટીએમમાંથી રોકડ નીકાળવી મોંઘી થશે. જો કે મફત માસિક વિથડ્રોઅલની સમયમર્યાદા પૂરી થયા પછી આ નિયમ લાગુ પડશે. તેના પર 21 રૂપિયાના ચાર્જ પ્લસ જીએસટી લાગશે. ગ્રાહક તેના ખાતામાં દર મહિને પાંચ વખત મફત લેવડદેવડ કરી શકશે. મેટ્રો કેન્દ્રોમાં અન્ય બેન્કના એટીએમથી ત્રણ અને ગેર મેટ્રો કેન્દ્રોમાં પાંચ લેવડદેવડ મફત કરી શકશે.પહેલી જાન્યુઆરીથી ઇ-કોમર્સ ઓપરેટરો જેવા કે સ્વિગી અને ઝોમેટોએ તેમની દરેક ડિલિવરી પર જીએસટી જમા કરાવવો પડશે. આમ જીએસટી જમા કરાવવાની જવાબદારી હવે તેમના શિરે છે. તેમણે તેનું ચલણ જારી કરવું પડશે. તેનાથી ગ્રાહક પર કોઈ વધારાનો બોજો નહી પડે. કેમકે હાલમાં રેસ્ટોરાઓ તો જીએસટી જમા કરાવી રહી છે. હવે જાન્યુઆરીથી ઓલા અને ઉબેરની બુકિંગ પણ મોંઘુ થશે. જો કે આ એપ વગરના વાહનોને આ નિયમ લાગુ નહી પડે. સરકારે કપડા અને જૂતા પરનો જીએસટી દર પાંચ ટકાથી વધારી 12 ટકા કર્યો છે. તેની સામે વિરોધનો વંટોળ ઉઠયો છે તે જોતાં ૩૧મી ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં તેને પરત ખેંચાઈ શકે છે. આ ઉપરાંત ગુંથેલા કપડા, સિન્થેટિક યાર્ન, કંબલ, તંબુની સાથે-સાથે મેજપોશ કે સર્વિસેટ જેવા સામાન સહિતના વસ્ત્રો પરના દરમાં વધારો કરાયો છે. ફૂટવેર પરનો દર પણ વધારાયો છે. જો કે આ દર વધારાનો વિવિધ વેપારી સંગઠનોએ ભારે વિરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application