Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા માટે સ્ટૈટિન શોધીને કોરોનોરી હ્વદયરોગની સારવારમાં ક્રાંતિ લાવનારા જાપાનના રસાયણ વિજ્ઞાની એંદો અકિરાનું નિધન

  • June 12, 2024 

કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા માટે સ્ટૈટિન શોધીને કોરોનોરી હ્વદયરોગની સારવારમાં ક્રાંતિ લાવનારા જાપાનના રસાયણ વિજ્ઞાની એંદો અકિરાનું 90 વર્ષે નિધન થયું છે. પૂર્વોત્તર જાપાનના આકિતા પ્રિફેકચરમાં 1933માં જન્મેલા એંદોએ એક દવા કંપનીમાં નોકરી કરતા હતા. તેમણે તોહોકુ યુનિવર્સિટીમાં કૃષિ સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ 1970ના દાયકામાં તેમણે મેડિશિન કંપનીમાં રિસર્ચ દરમિયાન કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ મેળવતી દવાના સંશોધન પર ફોકસ કર્યુ હતું.


કોલેસ્ટ્રોલ જામવાથી ધમનીઓ કઠણ થઇ જાય છે આવા સંજોગોમાં હ્વદયહુમલાની શકયતા વધી જાય છે. જાપાની મીડિયાના જણાવ્યા અનુસાર રસાયણ વિજ્ઞાની એંગો અકિરાને તેમની આ ઉપલબ્ધિ બદલ 2008માં અમેરિકામાં લાસ્કર પુરસ્કાર જયારે 2017માં કેનેડામાં ગેર્ડનર ઇન્ટરનેશનલ પુરસ્કાર મળ્યો હતો. 2011માં જાપાન સરકારે પર્સન ઓફ ધ કલ્ચરલ મેરિટ તરીકે સન્માનિત કર્યા હતા. એંદો ઘણા સમયથી ગુમનામીમાં જીવતા હતા. તેમના નિકટના સંબંધીઓના જણાવ્યા અનુસાર 5 જુનના રોજ ટોકયો ખાતે એક સારવાર કેન્દ્રમાં અંતિમશ્વાસ લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application