તાપી જિલ્લાના સોનગઢ નગર પાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠક પૈકી ૨૩ બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ છે. જયારે ચૂંટણી પહેલા જ પાંચ બેઠક ભાજપ તરફે બિનહરીફ થઈ હતી. આ સાથે કુકરમુંડા અને નિઝર તાલુકા પંચાયતની ૩ બેઠકની પેટાચૂંટણી યોજાશે. સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે જ ૭ વોર્ડની ૨૮ બેઠક પૈકી ૫ બેઠક ભાજપને ખોળે બિનહરીફ થઇ હતી. જેથી આજે ૨૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
ચૂંટણીમાં ભાજપના ૨૩, કોંગ્રેસના ૧૭, આપના ૭, એનસીપી ૧ અને ૩ અપક્ષ મળી કુલ પર ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૨૫ મતદાન મથકોમાં ૨૩,૩૧૫ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકશે. આ સાથે કુકરમુંડા તાલુકા પંચાયતની એક બેઠક ૭-ફૂલવાડી-૨ અને એજ રીતે નિઝર તાલુકાની બે બેઠક ૧૩-શાલે-૨ તથા ૧૧-સરવાળા પર પેટાચૂંટણી યોજાવાની હતી. પરંતુ ૧૧ સરવાળા બેઠક બિનહરીફ થતા હવે ૧૩-શાલે-૨ બેઠક પર ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ ૩૭ મતદાન મથકો પર ૮૨ બેલેટ યુનિટ અને ૫૦ કન્ટ્રોલ યુનિટ મથકો પર પહોચાડવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500