Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માસમા પાટીયા નજીક બાઈક અડફેટે આવતાં વૃદ્ધનું મોત નિપજ્યું

  • February 22, 2025 

અમદાવાદના વતની અજયભાઈ ગુણવંતલાલ વીસનગરી (ઉ.વ.૬૧) હાલમાં માસમા-ઓરમા રોડ ઉપર આવેલા ગૃહમ લક્ઝરીયાના મ.નં.૧૯૦માં રહેતા હતાં. તેઓ ગત તા.૧૮ના રોજ મોપેડ લઈ માસમા પાટીયા નજીક મહાકાળી મંદિરની સામે કટ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ઓલપાડથી સુરત તરફ પુરઝડપે જતી બાઈકના અજાણ્યા ચાલકે મોપેડને અડફેટે લીધી હતી, જ્યાં અજયભાઈ રોડ ઉપર પટકાતા તેમને માથાના જમણા પગે ગંભીર ઇજા થઈ હતી. તેમનુ સુરતની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકની પત્ની અલ્પાબેને અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application