Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશનાં બરેલીનાં ભોજીપુરા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માતમાં એક બાળક સહીત આઠ લોકોનાં મોત

  • December 10, 2023 

ઉત્તરપ્રદેશના બરેલીના ભોજીપુરા હાઇવે પર એક ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે, બંને ગાડીઓ આગની લપેટમાં આવી ગઇ હતી. ડમ્પરનો ડ્રાઈવર તો જીવ બચાવીને ભાગી ગયો પણ કારમાં સવાર 8 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. તેમાં એક બાળક પણ સામેલ હતું.



મળતી માહિતી અનુસાર, બરેલીથી બહેડી તરફ આ કાર આવી રહી હતી અને હાઈવે પર ભોજીપુરા નજીક ગાડી અચાનક નિયંત્રણ બહાર થઈ જતાં રોંગ સાઈડમાં આવી ગઈ હતી અને બીજી બાજુથી આવતા ડમ્પરને જઈને ભટકાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ઘટના સ્થળે જ ગાડીમાં આગ લાગી ગઈ હતી જેના લીધે કારમાં હાજર લોકો જીવતા બળી ગયા હતા. આશરે 100 મીટર સુધી ડમ્પર સાથે આ કાર ઢસડાઈ હતી. જોકે તમામ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. રાહગીરોએ જાણકારી આપી છતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ આ લોકોને બચાવી શકી નહોતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે કહ્યું કે, 8 લોકોના મોત થયા છે. આ કારને કોઇ લગ્ન સમારોહ માટે ફુરકાન નામની વ્યક્તિએ બુક કરી હોવાની માહિતી મળી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application