દેશભરમાં હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે, ત્યારે દિલ્હી-NCRમાં આજે શુક્રવારે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. જેમાં નોઈડા અને ગુરુગ્રામમાં ધૂળની આંધી ફૂંકાઈ હતી અને અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેને લઈને 15 વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અનેક જગ્યાએ ઝાડ ધરાશય થયા હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સમગ્ર દિલ્હી-NCRમાં ધૂળની આંધી-વાવાઝોડું અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.
IMDએ પવનની ગતિ 40-80 કિમી/કલાક રહેવાની આગાહી કરી છે. જેમાં હરિયાણાના કરનાલ, પાણીપત, ગોહાના, ગણૌર, સોનીપત, રોહતક, ખરખોદા, ઝજ્જર, ફારુખનગર, સોહના, રેવાડી, પલવલ, બાવલ, નૂહ, ઔરંગાબાદ, હરિયાણાના હોડલ અને શામલી, કાંધલા, સકોટી ટાંડા, હસ્તિનાપુર, ચાંદપુર, બડૌત, બાગપત, મેરઠ, ખેકરા, મોદીનગર, કિતૌર, ગઢમુક્તેશ્વર, પિલખુઆ, હાપુડ, ગુલાવટી, સિયાના, સિકંદરાબાદ, બુલંદશહર, જહાંગીરાબાદ, અનુપશહર, શિકારપુર, ખુર્જા, પહાસુ, ડિબાઈ, ગભના, જટ્ટારી, અત્રૌલી, ખૈર, અલીગઢ, નંદગાંવ, ઇગલાસ, બરસાના, રાયા, હાથરસ, મથુરા તથા રાજસ્થાનના ભિવાડી, તિજારા, ખૈરથલ, અલવર, વિરાટનગર, ડીગમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તમને જણાવી દઈએ કે, આજે શુક્રવારે સવારથી જ દિલ્હીનું હવામાન વાદળછાયું રહ્યું હતું.
હવામાન વિભાગે પહેલાથી જ તોફાન અને વરસાદની આગાહી કરી હતી. દિલ્હીમાં વાતાવરણ બદલાતા ગરમી બાદ વરસાદ પડ્યો હતો, જેથી શહેરજનોને ગરમીથી આંશિક રાહત મળી હતી. આજે શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં દિલ્હીના મયુર વિહાર સ્થિત હવામાન મથક પર 5 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે પ્રીતમપુરામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો. 12 એપ્રિલનાં રોજ ગુજરાત, મધ્યપ્રદેશમાં તાપમાન 40-45 ડિગ્રીની આસપાસ રહેશે. તેમજ દિલ્હી-એનસીઆરમાં 38-40 ડિગ્રી રહેશે. જયારે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, આસામ, મેઘાલય, કેરળ અને તમિલનાડુમાં હળવો થી મધ્યમ વરસાદની શકયતા છે. ત્યારે રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના 20 જીલ્લામાં એલર્ટ જરી કરવામાં આવ્યું છે. હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500