નવસારીનાં બોરીયાચ ટોલનાકા પાસેથી દમણથી અંકલેશ્વર લઈ જવાતા રૂપિયા ૧૩.૩૧ લાખનાં વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે તેના ચાલકને ઝડપી પાડી રૂપિયા ૨૮.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી એલ.સી.બી.નાં પી.આઈ.નાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા.
તે વખતે મળેલી બાતમીનાં આધારે હાઈવે રોડનાં બોરીયાચ ટોલનાકા પાસેથી દમણથી અંકલેશ્વર લઈ જવાતા ટેમ્પાને આંતરી તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૧૨,૮૧૬ જેની કિંમત રૂપિયા ૧૩,૩૧,૪૨૪/-નો જથ્થો કબ્જે કર્યો હતો અને તેના ડ્રાઈવર મણીરામ રામપ્રસાદ નિસાદ (રહે.કટધારા,તા.કાદીપુર,જિ.સુલતાનપુર, ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડી વિદેશી દારૂ અને ટેમ્પો મળી રૂપિયા ૨૮,૩૬,૨૪૨/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે પોલીસ પૂછપરછમાં ચાલકે દમણથી રોશન શર્માએ વિદેશી દારૂ ભરાવી અંકલેશ્વર નજીકનાં પાનોલી રોડ ઉપર આવનાર ઇસમને પહોંચાડવાનો હોવાની કબુલાત કરતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે પ્રોહિબીશનાને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500