Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ : બાઈક ઝાડ સાથે અથડાઈ, બાઈક ચાલક સગીરનું મોત

  • May 19, 2023 

ડોલવણના કરંજખેડ ગામે ધાંગધર ગામ તરફ જતા માર્ગ પર પર એક બાઈક ઝાડ સાથે અથડાતા ગંભીર ઈજાઓના કારણે બાઈક ચાલક સગીર યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું . જયારે બીજાને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.


મળતી માહિતી મુજબ તા.૧૮મી મે નારોજ વ્યારા તાલુકાના ખુટાડીયા ગામના કાંકરા ડુંગરી ફળીયામાં રહેતા ફરીયાદી મિતુલભાઈ ચીમનભાઈ ગામીતનો ભાણેજ નીરવકુમાર નિલેશભાઇ ગામીત (ઉ.વ.13) રહે. કલમકુઈ ગામ ઉપલું ફળિયું તા.ડોલવણ નાનો તેના મિત્ર  પ્રીતેશ સાથે તેમની સીડી ડીલક્ષ બાઈક નંબર જીજે/૧૬/ઈ/૬૮૩૪ ની ઉપર કરંજખેડ ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા, તે વખતે કરંજખેદ ગામે ધાંગધર ગામ તરફ જતા રોડ ઉપર નિરવકુમારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલ તાડના ઝાડના થડ સાથે બાઈક અથડાઈ હતી.



આ અકસ્માતના બનાવમાં બંને સગીર યુવકોને ગંભીર હાલતમાં ૧૦૮ની મદદથી પ્રાથમિક ડોલવણ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા,ફરજ પરના તબીબે નિરવને તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો.જયારે પ્રીતેશ ગામીતને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે મિતુલભાઈ ચીમનભાઈ ગામીતે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application