ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આજે એટલે કે તારીખ 11 નવેમ્બર 2023ના દિપોત્સવી પર્વને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. દિવાળી પર આખી અયોધ્યા નગરીને 25 લાખ દિવાઓથી રોશની કરવામાં આવશે. આ દરમ્યાન રામ કી પૌડી પર જ 51 કલાકમાં 21 લાખ દિવા પ્રગટાવવામાં આવશે અને અયોધ્યાના અન્ય મઢ, મંદિરો તેમજ સ્થાનોને મળી કુલ 25 લાખ દિવાઓથી રોશની કરી અયોધ્યામાં એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે.
‘રામ કી પૌડી’ પર દિવાળી પર્વનો મુખ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે, જેમા સીએમ યોગી આદિત્યનાથ, તેમજ તેમના કેબિનેટના કેટલાક દિગ્ગજ મંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સામેલ થશે. ઘરે બેઠા 'હોલી અયોધ્યા' નામની એપ પર દિવો પ્રગટાવી શકો છો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2014માં અયોધ્યામાં દિપોત્સવ મનાવવામાં આવ્યો હતો અને આ દિપોત્સવમાં તમે ઘરે બેઠા 'હોલી અયોધ્યા' નામની એપ પર તમારા નામનો દિવો પ્રગટાવી શકે છે. તમે 101 રૂપિયામાં એક દિવો, જ્યારે 251 રૂપિયામાં 11 દિવા અને 501 રૂપિયામાં 21 દિવા પ્રગટાવી શકો છો. આ સાથે તમે ઘરે બેઠા લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા અયોધ્યા દિપોત્સવનો ભવ્ય કાર્યક્રમ જોઈ શકો છો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500