સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ડાયમન્ડસ નિકાસમાં ૮થી ૧૦ ટકાના ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે અને શરૂ થયેલા નવા નાણાં વર્ષ એટલે કે ૨૦૨૩-૨૪માં પણ દેશમાંથી ડાયમન્ડસ નિકાસમાં ૧૫ ટકા સુધી ઘટાડો થવાની ધારણાં છે. વૈશ્વિક મંદીને પરિણામે નવા નાણાં વર્ષમાં ડાયમન્ડસ નિકાસ ૧૯થી ૨૦ અબજ ડોલર રહેવા અપેક્ષા છે, એમ ઈક્રાના એક રિપોર્ટમાં જણાવાયું હતું. રફ-પોલિશ્ડ હીરાના ભાવમાં સતત અસામાન્ય તફાવતને કારણે ડાયમન્ડ ઉદ્યોગના નફાના માર્જિન્સ પર દબાણ આવી રહ્યું છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ઉદ્યોગના કાર્યકારી નફાના માર્જિનમાં અડધા ટકા જેટલો ઘટાડો થઈને ૫.૫૦ ટકા રહ્યાનો અંદાજ છે. નાણાં વર્ષ ૨૦૨૪માં માર્જિનમાં વધુ અડધા ટકા સુધીનો ઘટાડો થવાની શકયતા રહેલી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વર્કિંગ કેપિટલ સાયકલ્સ નિયંત્રણ હેઠળ રહેતા એકંદર દેવાનું સ્તર પણ નીચું રહેવાની શકયતા છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ભારત ખાતેથ કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસનો આંક ૨૨ અબજ ડોલર રહ્યાનો અંદાજ છે. બૃહદ્દ આર્થિક પડકારો અને વધારાની લિક્વિડિટીની વિશ્વભરમાં તાણને પરિણામે નિકાસ પર અસર પડી છે. માઈનિંગ કંપનીઓ દ્વારા રફ ડાયમન્ડસનો પૂરવઠો નીચો રહેતા તેના ભાવ મક્કમ રહ્યા કરે છે, જેને કારણે કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસના ટ્રેડરો પર ખર્ચનું દબાણ રહ્યા કરે છે. ખરીદદારો નાના કદના તથા કૃત્રિમ ડાયમન્ડસ તરફ વળી રહ્યા હોવાથી મોટા કદના ડાયમન્ડસની માગમાં ઘટાડો જોવા મળી રહ્યું હોવાનું સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. ફુગાવાજન્ય દબાણને કારણે કૃત્રિમ હીરા તરફ આકર્ષણ વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application