Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ૨૧ ઓગસ્ટથી અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે જવા રવાના થશે

  • August 20, 2024 

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ૨૧ ઓગસ્ટથી અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે જવાના છે. ઈન્ડીયન ડીફેન્સ એકવીઝીશન કાઉન્સીલ (આઈડીએસી) દ્વારા એમક્યુ-૯બી, પ્રીડેટર ડ્રોન વિમાનો તેમજ તથા નૌસેના માટેનાં હોક-આઈ-૩૬૦ વિમાનોની ખરીદી અંગે ચર્ચા કરવામાં આવશે. સૌથી મહત્વનો મુદ્દો તો 'ક્વોડ'માં ભારતનાં પ્રદાન તથા 'ઈન્ડો પેસિફિક મેરી ટાઇમ હોમેન અવેરનેસ' (આઈપીએલડીએ)માં લેવાનારા પગલાંની ચર્ચા કરાશે, ઈંડીયન ડીફેન્સ એકવીઝીશન કાઉન્સીલની ૩૧ જુલાઈએ મળેલી મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


તેમાં યુએવીમાં ૩૦ ટકા સ્વદેશી ઉપકરણો ગોઠવવાની પણ ચર્ચા કરાશે. પ્રશ્ન સૌથી મહત્વનો તે સર્વેની કિંમતનો છે. તે કિંમત ઓછી કરાવવા સિંહ પ્રયત્નો કરશે. ઓગસ્ટ તારીખ ૨૩મીએ રાજનાથ સિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટીનને પેન્ટાગોનમાં મળવાના છે અને આ સોદાઓ ઉપર આખરી નિર્ણય લેવા માટે ચર્ચા કરશે. આ પૈકી ઉક્ત વિમાનોનાં ભારતમાં જ ઉત્પાદન કરવા ઉપર વજન મુકાશે.


આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં રચાયેલા 'ક્વોડ'ની ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં હાથ ધરાનારી કાર્યવાહી મહત્વનો મુદ્દો બની રહેશે. આ વિસ્તારમાં ચીનની વધી રહેલી કાર્યવાહી તથા ગલ્ફ ઓફ એડનમાં સોમાલી ચાંચીયાઓ તથા હુથી હુમલાખોરોનો સામનો કરવા માટેની રણનીતિ પર વિચાર કરવામાં આવશે. આમ, ભારત અને અમેરિકા, જાપાન તથા ઓસ્ટ્રેલિયાની સાથે રહી એક તરફ ચીનની વધી રહેલી દાદાગીરી, તો બીજી તરફ ચાંચીયા પ્રવૃત્તિ અને હુથી આતંકીઓને પરાસ્ત કરવા સામુહિક ઉપાયો શોધવાની સઘન ચર્ચા રાજનાથ સિંહ તેમની આ મુલાકાતમાં અમેરિકી પદધારીઓ સાથે ચર્ચા કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application