ચીનમાંથી અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 2020-21 દરમિયાન નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. જ્યારે ભારતમાંથી અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. અમેરિકામાં અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓની સંખ્યા વિષે 'ઓપન ડાર્સ' નામની સ્વૈચ્છિક સંસ્થાએ આપેલાં તારણ પ્રમાણે 2020-21માં ચીનમાંથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2014-15 પછી સૌથી વધુ ઘટી તેમાં ૧14.8 ટકાનો ઘટાડો નોધ્યો છે.
આમ છતાં આ સંસ્થાએ જણાવ્યું હતું કે, વિદેશોમાંથી અમેરિકામાં અભ્યાસાર્થે આવતા કુલ વિદ્યાર્થીઓ પૈકી ચીનમાંથી આવતા વિદ્યાર્થીઓની ટકાવારી 30.6 છે. તે પછી બીજા ક્રમે ભારત આવે છે, તેઓ કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં 21 ટકા જેટલા છે. અહેવાલ વધુમાં જણાવે છે કે, જૂનથી ઓગસ્ટ સુધીની 2022ની કોલેજ પ્રવેશની સીઝનમાં ભારતમાંથી અભ્યાસાર્થે આવતા 82 હજાર વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વીસા આપવામાં આવ્યા હતા. જ્યારે ચીનમાંથી આવતા 50 હજાર વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વીસા આપવામાં આવ્યા હતા.
આ ઓપન ડોર્સ સંસ્થાએ વિગતો માટે યુ.એસ.ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટસ બ્યુરો ઓફ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ અફેર્સ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડાઓનો આધાર લીધો છે. તે સંસ્થા જણાવે છે કોવિડ 19 લીધે પણ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસને લીધે વિદેશોમાંથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 2020-21 દરમિયાન ઘટાડો નોંધાયો હતો. આમ છતાં સંખ્યાની દ્રષ્ટિએ તો ચીનમાંથી 2.9 લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયા હતા તેવા 14.8 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાંથી 1.99 લાખ વિદ્યાર્થીઓ ગયા હતા. તેમાં 19 ટકાનો વધારો થયો છે તેવુ પણ તે સંસ્થાએ જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500